માઇક્રોસોફ્ટનુ નવુ વેબ બ્રાઉઝર (Internet Explorer 8)


મિત્રો, હવે માઇક્રોસોફ્ટ તમને આપે છે નવુ વેબ બ્રાઉઝર કે જેનો ઉપયોગ કર્યા પછી, તમે શુ બ્રાઉઝ કર્યુ એ બીજા કોઇ નહિઁ જાણી શકે.

તમારામાથી ઘણાને ખબર જ હશે કે ઘણી બધી Acvertisement Comapnies, અમુક ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીની મદદ વડે ઇન્ટરનેટ User ની ટેવ અથવા તેના શોખ જાણી શકે છે અને તેને લગતી જ જાહેરાતો તેના વેબ બ્રાઉઝરમા Display કે Popup કરે છે. જેનાથી ઘણી વાર User કંટાડી જાય છે.

તો હવે, માઇક્રોસોફ્ટે ગયા બુધવારે નવુ બ્રાઉઝર Launch કર્યુ છે જેનુ હજુ Beta વર્ઝન આવ્યુ છે (Internet Explorer 8), જેમા એક એવો મોડ છે જેનુ નામ છે InPrivateBrowsing જેનો ઉપયોગ કરવાથી User જેટલી વેબ સાઇટ સર્ફ કરે તેનુ લિસ્ટ કે હિસ્ટોરી કોમ્પ્યુટરમાં ક્યાય સ્ટોર નથી થતી.

જોકે હાલમાં જે વેબ બ્રાઉઝર છે તેમા અમુક ઓપ્શન આપેલા છે જેનાથી આ વેબ સાઇટ સર્ફ કરે તેનુ લિસ્ટ કે હિસ્ટોરી ડિલીટ કરી શકાય છે પણ એવો એકેય ઓપ્શન નથી કે જેનાથી કોમ્પ્યુટરમાં ક્યાય સ્ટોર ન થાય.

જ્યારે આ બીટા વર્ઝનમાં એક એવો મોડ પણ છે InPrivateBlocking મોડ કે જેનો ઉપયોગ કરીને થર્ડ પાર્ટી કન્ટેન્ટ બ્લોક કરી શકાશે. જેમકે ન્યુઝ સાઇટ તમે ઓપન કરો ત્યારે તે સાઇટ માં શેર બજાર ની માહિતી કોઇ એક વેબ સાઇટ માથી આવતી હોય અને વાતાવરણ ની માહિતી કોઇ બીજી માથી, જે ક્યારેક હાનિકારક હોઇ શકે છે.

વધારે માહિતી અને આ વેબ બ્રાઉઝર ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો

1 comments on “માઇક્રોસોફ્ટનુ નવુ વેબ બ્રાઉઝર (Internet Explorer 8)

Leave a comment