સર્ચ એન્જિન શુ છે અને તે કઇ રીતે કામ કરે છે તેની થોડી સામાન્ય માહિતી


લગભગ તો બધા ને ખબર જ છે, કે ઇન્ટરનેટ પર કંઇ ખબર ના પડતી હોય તો ગુગલ કરીને આપણે કોઇ પણ માહિતી એક્દમ સરલતાથી મેડવી શકીયે છીયે, ગુગલ એક સર્ચ એન્જિન છે, અને આ સર્ચ એન્જિન શુ છે એ પણ આમ તો બધાને ખબર જ હશે. છતા પણ થોડી ઉપરછલી માહિતી આપી દઉ…

સર્ચ એન્જિન્ એક એવો સોફ્ટવેર છે કે જે, તમે આપેલા શબ્દો જેટલા ડોક્યુમેન્ટસમા રહેલા હોય્, એટલે કે, તમે આપેલા શબ્દો જેટલી વેબ સાઇટના વેબ પેજીસમા રહેલા હોય તેનુ સંપુર્ લીસ્ટ તમને આપે છે અને જેની મદદ વડે તમે આ બધી વેબ સાઇટ બ્રાઉઝ કરી શકો છો. હવે આ સર્ચ એન્જિન આમ તો અલગ અલગ પ્રોગ્રામ્સ નુ એક ગ્રુપ છે એવુ કહીયે તો પણ ખોટુ નહિ. કેમકે સર્ચ એન્જિન માટે એક પ્રોગ્રામ કી-વર્ડસ ને લઇને જેટલા વેબ ડોક્યુમેન્ટસ પ્રાપ્ત થાય એ શોધવાનુ કામ કરે છે, જ્યારે ઇન્ડેક્શર નામનો પ્રોગ્રામ આ બધા પ્રાપ્ત થયેલા વેબ પેજીસનુ અલગ અલગ મેથડ પ્રમાણે ઇન્ડેક્શીન્ગ કરે છે, એટલે કે ક્રમમા ગોઠવે છે અને આપણી સામે રજુ કરે છે.

૧૯૯૦ મા એલેન નામના એક મેક ગીલ યુનિવેર્સિટીના વિધ્યાર્થીયે સૌ પ્રથમ સર્ચ એન્જિન બનાવ્યુ, જે બહુ જ સામન્ય હતુ, જે વેબ સર્વર પર રહેલા બધા જ શક્ય વેબ પેજીસનુ લિસ્ટ આપતુ હતુ. ત્યાર બાદ ૧૯૯૧ થી ૧૯૯૯ ની સાલ સુધીમા ઘણા નવા નવા બદલાવ સાથે ઘણા વેબ સર્ચ એન્જિન આવ્યા, જેમા યાહુ, અલ્ટા વિસ્તા, ઇન્ફોસિક વિગેરે સામેલ હતા. લગભગ ૨૦૦૦ ની સાલ મા ગુગલનુ સર્ચ એન્જિન લોંચ થયુ. ગુગલનુ આ સર્ચ એન્જિન બહુ જ થોડા સમય મા બહુ જ પ્રખ્યાત થઇ ગયુ, તેનુ મુખ્ય કારણ તેમા ઉપયોગમા લેવાયેલી “પેઇજ રેન્ક” ની ટેકનોલોજી હતી. આ ટેકનોલોજી વેબ પેજને એક રેન્ક આપે છે, કે જેનો આધાર વેબ પેજ કેટલી વખત ક્લિક થાય છે અને તે પેજ બીજી કેટલી વેબ સાઇટમા લિન્ક કરાયેલુ છે વિ. બાબતો પર રહેલો છે.

આ સમયમા યાહુએ પણ બીજા ઘણા પ્રખ્યાત સર્ચ એન્જિન ખરીદિ લઇને પોતાના સર્ચ એન્જિનને પોપ્યુલર કરવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ ૨૦૦૮ સુધી ગુગલ જેટલુ પ્રખ્યાત સર્ચ એન્જિન કોઇ નથી આવ્યુ.

હમણા જ ગયા મહિને, ગુગલમા જ છેલા ૨ વર્ષથી કામ કરતી “એના પીટરસન” નામની એક મહિલા ડેવલપરે પોતાના પતિ અને થોડા બીજા ગુગલના કર્મચારીઓને સાથે લઇને CUIL નામનુ એક નવુ સર્ચ એન્જિન માર્કેટમા મુક્યુ છે. અને CUI એવુ  કહે છે કે, આ નવુ સર્ચ એન્જિન ફક્ત પેઇજ રેન્ક ને મહત્વ નહી આપતા, જે તે વેબ સાઇટમા રહેલ માહિતીને પણ એટલુ જ મહત્વ આપશે, જેથી ખોટી રીતે કોઇ વેબસાઇટને વધુ મહત્વ ના મલે અને ગુગલથી પણ સારુ અને ફેમસ થાય એવુ સર્ચ એન્જિન હોવાનો દાવો કરે છે.

Leave a comment