ચિત્ર

મધર્સ ડે કોન્ટેસ્ટ – Mother’s Day Contest


મધર્સ ડે કોન્ટેસ્ટ - Mother's Day Contest

ગુજરાતી ફેસબુક ઉપર કદાચ પ્રથમ વખત ……. ધ્યાન થી વાંચજો ….

આપણું પેઈજ જયારે જ્ઞાન ની સાથે સાથે ગમ્મત અથવા તો ગમ્મત ની સાથે સાથે જ્ઞાન પીરસી રહ્યું છે ત્યારે, આપણા પ્રેમ અને સહકાર ને બિરદાવવા ધમભા અને બીજા અમુક મિત્રો એ સાથે મળી ને એક કોન્ટેસ્ટ નું આયોજન કર્યું છે. જેમાં વિજેતાઓ ને ઇનામ પણ મળશે જ. ઇન્ડિયા બહાર ના વિજેતાઓ એ પણ ચિંતા નહી કરવી, અમે તમને જ્યાં હશો ત્યાં ઇનામ પહોંચતું કરી આપીશું.

આજે મધર્સ ડે હોવાથી આપણા કોન્ટેસ્ટ નો સબ્જેક્ટ પણ “મધર્સ ડે કોન્ટેસ્ટ” રહેશે…

કોન્ટેસ્ટ માં ભાગ લેવા માટે શું કરશો?

૧) તમારો તમારી માતા સાથે નો બેસ્ટ ફોટો અમને ઈમેઈલ માં મોકલાવો ( dhams.fb1@gmail.com)

2) સબ્જેક્ટ માં “મધર્સ ડે કોન્ટેસ્ટ” લખવુ

૩) ફોટો ની સાથે સાથે, તમારા શબ્દો માં તમારી માતાશ્રી માટે જે પણ લખવું હોય એ, પ્લીઝ નો કોપી પેસ્ટ, તમારા શબ્દો માં, ભાષા ગમે તે હશે ચાલશે.

૪) તમારી એન્ટ્રી શુક્રવાર ૧૭-૫-૧૩ સાંજે ૬ વાગ્યા સુધીમાં મળી જવી જોઈએ , એ પછી મળેલ એન્ટ્રી સામેલ નહી થઇ શકે

તમારી એન્ટ્રી મળશે અને જો કોપી પેસ્ટ નહી હોય તો અમે તમારી એન્ટ્રી ને તમારા જ નામ સાથે જ્ઞાન સાથે ગમ્મત પર પોસ્ટ કરીશું. વધુ વિગત ઈમેઈલ થકી મળશે.

ઇનામ શું હશે એ વાત કરો ને ધમભા ?? બરોબર ને?

મિત્રો, ઇનામ ની લાલચ માટે તમે સ્પર્ધા માં ભાગ લ્યો એ તો ઘણા પેઈજ માં જોવા મળશે, પણ અહિયા તમે તમારી માતા સાથે ની લાગણી વ્યક્ત કરવા ભાગ લ્યો એવું હું ઈચ્છીશ.

અને હું ઇનામ વિજેતા ને નહી, વિજેતા ની માતા માટે મોકલીશ કે જે મેળવી ને એ ખુશ થશે એની ગેરેંટી ધમભા ની 🙂

તો યોર ટાઈમ સ્ટાર્ટસ નાઉ……

દુબઈ (યુ.એ.ઈ.) માં ગુજરાતી પુસ્તકાલય – gujarati Library in Dubai UAE


Gujarati Library in Dubai

દુબઈ માં ગુજરાતી પુસ્તકાલય

 

મિત્રો, આમ તો અમે ગુજરાત થી દુર રહીએ છીએ પણ ગુજરાત ના તહેવારો, વાનગીઓ વિગેરે અહિયા ઉપલબ્દ હોવાથી માણી શકતા હોઈએ છીએ. પણ જયારે અમે નાના હતા ત્યારનું વાંચન ઘણી વખત મીસ કરીએ છીએ પણ જો અહિયા યુ.એ.ઈ. માં જ બધી પોપ્યુલર ગુજરાતી બુક્સ વાંચવા માટે ઉપલબ્દ હોય તો ગૃહિણીઓ , વડીલો અને ભૂલકાઓ ને ગુજરાત થી દુર રહીને ગુજરાત ની નજીક ના લાવી શકીએ?

આ જ હેતુ સાથે, મેં એક નાનુ એવું પુસ્તકાલય કે જ્યાં ઇન્ડિયા ના પુસ્તકાલય ની જેમ ઢગલો એક પુસ્તકો તો નહિ, પણ થોડા પણ મોસ્ટ પોપ્યુલર પુસ્તકો વાંચવા માટે મળી રહે એવું આયોજન કરવું છે. એ સિવાય હું અહિયા ૨-૩ બુક સેલર પાસે થી ગુજરાત સમાચાર, ફૂલછાબ, ચિત્રલેખા, સ્ત્રી રેગ્યુલરલી ઉપલબ્ધ રહે એવી વ્યવસ્થા પણ કરી રહ્યો છું.

ઇન્ડિયા માં રહેતા સાહિત્ય પ્રેમી મિત્રો કે જેમની પાસે ગુજરાતી સાહિત્ય ની વંચાય ગયેલી બુક હોય કે જે એમનમ કબાટ માં પડી રહેલી હોય અને સમય જતા કોઈ ના ઉપયોગ માં પણ ના આવે અને છેલ્લે ભંગાર માં જાય એના કરતા અમારા આ કાર્ય માં મદદ રૂપે મોકલવા માંગતા હો તો પણ પુસ્તક ની વિગત અહિયા કહો, અમે કઈ રીતે ક્યાં મોકલાવી તેની વ્યવસ્થા કરીને કહેશું.

——————————————————–

જો આપ ઇન્ડિયા માં હો અને બુક્સ આપવા ઈચ્છો છો તો સુરત વાળા નીચે આપેલ સરનામાં પર મોકલી શકો છો અથવા સંપર્ક કરી શકો છો.
સુરત
જય પાધરા
એ / ૨૧૩, નારાયણ નગર સોસાઈટી,
નાલંદા વિદ્યાલય ૨ ની સામે,
સત્યનારાયણ સોસાઈટી ની પાછળ,
પુણા ગામ.
મોબાઈલ નંબર ૦૯૩૭૪૪૧૮૬૮૫

મોજેમોજ.કોમ – ચાલુ થઇ ગયેલ છે


Image

 

મિત્રો,

“જ્ઞાન સાથે ગમ્મત” પર મળેલા આપના પ્રેમ અને સહકાર જોઈને મોજેમોજ.કોમ ના નામ થી વેબ બ્લોગ શરુ કરેલ છે.

આશા રાખીશ આપનો સહકાર ત્યાં પણ મળતો જ રહેશે.

આપની બ્લોગ ઉપર મુલાકાત અને અભિપ્રાય મને અનુરૂપ ફેરફારો કરવામાં મદદ કરશે.

http://www.mojemoj.com

ધર્મેશ

હેપ્પી વાલા વેલેન્ટાઈન ડે – gujarati jokes ગુજરાતી જોક


 

પ્રેમિકા: ડીયર આજે વેલેન્ટાઈન ડે ના દિવસે હું વચન આપું છુ , લગ્ન પછી હું તમારા બધા દુખ વહેચી લઈશ…

પ્રેમી: અરે ગાંડી, ચિંતા ના કર … મારે કોઈ દુખ નથી….

પ્રેમિકા: અરે પણ હું લગન પછી ની વાત કરું છુ… :))

જોક સમજાયો હોય તો લાઈક કરો અને બાકી ના વેલેન્ટાઈન ડે ઉજવો…

હેપ્પી વાલા વેલેન્ટાઈન ડે મિત્રો….