તમારા ક્રેડિટકાર્ડ કે ડેબિટકાર્ડ ની માહિતી લિક થતા કેમ બચાવશો?


 

મને ખબર નથી તમારામાથી કેટલા રોજ બરોજમા ક્રેડિટકાર્ડ કે ડેબિટકાર્ડ નો ઉપયોગ કરે છે, પણ અમારે અહિ દુબઇમા તો આવા કાર્ડનો બહોડો ઉપયોગ થાય છે, પણ અહિની ગવર્મેન્ટના કાયદાઓ બહુ કડક હોવાથી ફ્રોડના કિસ્સા બહુ ઓછા બને છે, છતા પણ ચેતતા નર સદા સુખી…

આમ તો ક્રેડિટકાર્ડ ની ડીટેલની ચોરી કોઇ પણ દુકાન કે રેસ્ટોરન્ટના અંદરના માણસ દ્વારાજ થાતી હોય છે.

તો અહિ થોડિ ટીપ્સ આપુ છુ જે ઉપયોગી થઇ શકે.

૧. બને ત્યા સુધી તમારુ પેમેન્ટ કાઉન્ટર પર જઇને જ કરવાનો આગ્રહ રાખો, જેનાથી તમારુ કાર્ડ વેઇટરના હાથમા જવાના બદલે સીધુ કેશીયર પાસે જશે અને તમારી આંખોની સામે જ આખુ ટ્રાંઝેક્શન પુરુ થઇ જાશે. જો તમે કાર્ડ વેઇટર કે સેલ્સમેનને આપો તો કેશીયર પાસે જતા પહેલા કે આવતા વખતે તે ખોટી રીતે સ્કેન થઇ શકે છે.

૨. તમારુ કાર્ડ તમારી પાસે જેટલુ વધારે, તેટલા તેની ચોરી થવાના ચાન્સ ઓછા… એટલે બને તેટલા ઓછા સમય માટે તમારુ કાર્ડ બીજા પાસે રહેવા દો. જો તમારુ કાર્ડ કેશીયર જરુર કરતા વધારે સમય માટે કોઇ કારણ વગર પકડી રાખે તો તેનો ખોટી રીતે ફોટો પડી શકે છે કે તે સ્કેન થઇ શકે છે.

૩. આમ તો સ્ટાન્ડર્ડ જગ્યાઓ પર ક્રેડિટકાર્ડ સ્કેન થતુ હોય તેવા એરીયામા સિક્યુરિટી કેમેરા લગાવેલા હોય છે કે જેથી આવા ફ્રોડ અટકાવી શકાય. પણ ઘણા રેસ્ટોરન્ટ અને સુપરમાર્કેટ્સમા આવા કેમેરા નથી હોતા અને જ્યા અંદરના સ્ટાફ દ્વારાજ આવુ ફ્રોડ ચાલતુ હોય છે, તો ક્રેડિટકાર્ડ કોઇને આપતા પહેલા આવા કેમેરા છે કે નહી તે જરા જોઇ લો, અને ના હોય તો તમારી ચાપતી નજર તમારા કાર્ડ પર રાખો.

૪. તમારા બિલ ઉપર તમે જ્યારે ટીપ એડ કરો છો, ત્યારે તમે ટીપ ફોડને આમંત્રણ આપો છો, વેઇટર જ્યારે તમારુ કાર્ડ લઇને કેશીયર પાસે જાય ત્યારે તે ટીપની Amount ચેન્જ કરી શકે છે અને તમે છેતરાઇ શકો છો. જો કે આ છેતરપિંડીમા નુકસાનની Amount બહુ વધારે હોવાની શક્યતા બહુ ઓછી છે, પણ આ વસ્તુ કેશ ટીપ આપીને નિવારી શકાય છે.

૫. જો તમે ATM કે PIN એન્ટ્રી કરવાના મશીન પાસે થોડુ લિક્વિડ દેખાય કે આ જગ્યા થોડિ અલગ દેખાય તો તમારુ કાર્ડ એન્ટર નહિ કરો, કેમકે આવા Skimmers નો ઉપયોગ કરીને કોઇ બીજા ડિવાઇસ ATM મશીન સાથે લગાવેલા હોય છે, જે તમારા કાર્ડની માહિતી સ્કેન કરી શકે છે.