તમારા ક્રેડિટકાર્ડ કે ડેબિટકાર્ડ ની માહિતી લિક થતા કેમ બચાવશો?


 

મને ખબર નથી તમારામાથી કેટલા રોજ બરોજમા ક્રેડિટકાર્ડ કે ડેબિટકાર્ડ નો ઉપયોગ કરે છે, પણ અમારે અહિ દુબઇમા તો આવા કાર્ડનો બહોડો ઉપયોગ થાય છે, પણ અહિની ગવર્મેન્ટના કાયદાઓ બહુ કડક હોવાથી ફ્રોડના કિસ્સા બહુ ઓછા બને છે, છતા પણ ચેતતા નર સદા સુખી…

આમ તો ક્રેડિટકાર્ડ ની ડીટેલની ચોરી કોઇ પણ દુકાન કે રેસ્ટોરન્ટના અંદરના માણસ દ્વારાજ થાતી હોય છે.

તો અહિ થોડિ ટીપ્સ આપુ છુ જે ઉપયોગી થઇ શકે.

૧. બને ત્યા સુધી તમારુ પેમેન્ટ કાઉન્ટર પર જઇને જ કરવાનો આગ્રહ રાખો, જેનાથી તમારુ કાર્ડ વેઇટરના હાથમા જવાના બદલે સીધુ કેશીયર પાસે જશે અને તમારી આંખોની સામે જ આખુ ટ્રાંઝેક્શન પુરુ થઇ જાશે. જો તમે કાર્ડ વેઇટર કે સેલ્સમેનને આપો તો કેશીયર પાસે જતા પહેલા કે આવતા વખતે તે ખોટી રીતે સ્કેન થઇ શકે છે.

૨. તમારુ કાર્ડ તમારી પાસે જેટલુ વધારે, તેટલા તેની ચોરી થવાના ચાન્સ ઓછા… એટલે બને તેટલા ઓછા સમય માટે તમારુ કાર્ડ બીજા પાસે રહેવા દો. જો તમારુ કાર્ડ કેશીયર જરુર કરતા વધારે સમય માટે કોઇ કારણ વગર પકડી રાખે તો તેનો ખોટી રીતે ફોટો પડી શકે છે કે તે સ્કેન થઇ શકે છે.

૩. આમ તો સ્ટાન્ડર્ડ જગ્યાઓ પર ક્રેડિટકાર્ડ સ્કેન થતુ હોય તેવા એરીયામા સિક્યુરિટી કેમેરા લગાવેલા હોય છે કે જેથી આવા ફ્રોડ અટકાવી શકાય. પણ ઘણા રેસ્ટોરન્ટ અને સુપરમાર્કેટ્સમા આવા કેમેરા નથી હોતા અને જ્યા અંદરના સ્ટાફ દ્વારાજ આવુ ફ્રોડ ચાલતુ હોય છે, તો ક્રેડિટકાર્ડ કોઇને આપતા પહેલા આવા કેમેરા છે કે નહી તે જરા જોઇ લો, અને ના હોય તો તમારી ચાપતી નજર તમારા કાર્ડ પર રાખો.

૪. તમારા બિલ ઉપર તમે જ્યારે ટીપ એડ કરો છો, ત્યારે તમે ટીપ ફોડને આમંત્રણ આપો છો, વેઇટર જ્યારે તમારુ કાર્ડ લઇને કેશીયર પાસે જાય ત્યારે તે ટીપની Amount ચેન્જ કરી શકે છે અને તમે છેતરાઇ શકો છો. જો કે આ છેતરપિંડીમા નુકસાનની Amount બહુ વધારે હોવાની શક્યતા બહુ ઓછી છે, પણ આ વસ્તુ કેશ ટીપ આપીને નિવારી શકાય છે.

૫. જો તમે ATM કે PIN એન્ટ્રી કરવાના મશીન પાસે થોડુ લિક્વિડ દેખાય કે આ જગ્યા થોડિ અલગ દેખાય તો તમારુ કાર્ડ એન્ટર નહિ કરો, કેમકે આવા Skimmers નો ઉપયોગ કરીને કોઇ બીજા ડિવાઇસ ATM મશીન સાથે લગાવેલા હોય છે, જે તમારા કાર્ડની માહિતી સ્કેન કરી શકે છે.

ઇન્ક્રીપ્ટેડ અથવા લોક્ડ DVD કેવી રીતે કોપી કરશો?


 

મિત્રો, કાલે મારે એક DVD કોપી કરવી હતી પણ એ DVD ઇન્ક્રીપ્ટેડ હતી અને હુ તેની કોપી કે એની અંદરની ફાઇલ પણ કોપી નહોતો કરી શકતો, ત્યારે મે તેના માટે ડિક્રિપ્ટરની શોધ સરુ કરી અને મને થોડા ડિક્રિપ્ટર મલ્યા પણ તેમા એક ડિક્રિપ્ટર ખરેખર થોડુ સારુ અને તદન ફ્રિ હતુ, આ સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરમા એક બેક ગ્રાઉન્ડ પ્રોસેસની જેમ કામ કરે છે અને જ્યારે આ સોફ્ટવેર બેક ગ્રાઉન્ડમા ચાલુ હોય ત્યારે તમે આવી કોઇ પણ DVD કોપી કરી શકો છો. આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

મોબાઇલ ઉપર લાંબી વાતો કરતા પહેલા જાણીલો… (1 egg + 2 Mobiles =???)


મિત્રો, આમ તો બધાને ખબર જ છે કે મોબાઇલનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ઘણુ નુકશાન થાય છે, પણ આજના જમાના પ્રમાણે આપણે તેનો ઉપયોગ એકદમ બંધ કરવો શક્ય નથી, પણ મિત્રો આપણે મોબાઇલનો બને તેટલો ઓછો ઉપયોગ કરીને પણ મોટા નુકશાનથી બચી શકિયે છીયે.

એક મેસેજ કે જેનાથી કદાચ આપણને વધારે માહિતી મલી શકે.
એક પ્રયોગ કે જે ૧ ઇંડા અને ૨ મોબાઇલનો ઉપયોગ કરીને કરવામા આવ્યો હતો.જે લગભગ ૬૫ મિનિટ ચાલ્યો હતો અને તેનુ પરીણામ તમે નીચે જોઇ શકશો.

 બે મોબાઇલની વચ્ચે એક ઇંડાને રાખીને, બને મોબાઇલ વચ્ચે કોલ ચાલુ કરવામા આવ્યો અને જે લગભગ ૬૫ મિનિટ ચલાવ્યો.

શરુઆતની ૧૫ મિનિટ કંઇ ખાસ ફર્ક ના દેખાયો.

૨૫ મિનિટ પછી ઇંડુ ગરમ થવા લાગ્યુ.

૪૫ મિનિટ પછી ઇંડુ લગભગ એકદમ ગરમ થઇ ગયુ.

અને ૬૫ મિનિટ પછી આ ઇંડુ ખાવા લાયક થઇ ગયુ.

મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે, મોબાઇલના સીધા રેડિયેશનમા એટલો પાવર હોય છે કે તે ઇંડાની અંદર રહેલા પ્રોટિનને બદલી શકે છે તો જરાક વિચાર કરો કે તમારા મગજમા રહેલા પ્રોટિનની એ શું હાલત કરી શકે જ્યારે તમે બહુ લાંબી વાતો તમારા મોબાઇલથી કરો છો?

તો મિત્રો, Please તમારા મોબાઇલથી લાંબી વાતો કરવાનુ Avoid કરો અને આ વાતથી તમારા સ્નેહિઓને પણ વાકેફ કરો.

Height Of Animation (એનીમેશન)


 

મિત્રો, તમે એનીમેશન તો જોયા હશે, પણ અહિ તો એનીમેશનની અંદર પણ એનીમેશન છે!!!
આશા છે તમે એન્જોય કરશો

અહિ ક્લિક કરો